JMC congress petrol protest

Congress petrol protest: જામનગર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર દેખાવો

Congress petrol protest: જિલ્લા- કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ, યુથ કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૧ જૂન:
Congress petrol protest: જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા નાં અધ્યક્ષસ્થાને વિનાયક પેટ્રોલ પંપ ની બાજુ માં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અસહ્ય વધારાની સામે ધરણાં/ પ્રદર્શન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ આ કોરોના ની મહામારી માં અનેક પરિવારો બેહાલ થઇ ગયા છે અને રોજગારી પણ છીનવાઈ ગઈ છે આવા કપરાં સંજોગો આ આંધળી અને બહેરી સરકાર નાં અણઘડ વહીવટ થી સમગ્ર ભારતની પ્રજા ને જીવન જીવવું દુષ્કર બની ગયું છે તેના વિરોધ માં આજરોજ ધરણાં પ્રદર્શન નો કાર્યક્રમ કરી સુત્રોચાર કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj
Congress petrol protest, jamnagar

ઉપરોક્ત કાયૅક્રમ (Congress petrol protest) માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ જીવણભાઈ કુંભરવાડીયા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા તથા જામનગર તાલુકા કોંગ્રેસ જામનગર જીલ્લા તાલુકા સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા પ્રદિપસિંહ વાળા તથા જામનગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ ના નેતા ઇસ્માઇલભાઇ ખીરા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ભરતસિંહ આર.જાડેજા તથા લાલપુર તાલુકા તાલુકા પંચાયત ના સદસ્ય પ્રવિણસિંહ જાડેજાઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…મહત્વની જાણકારીઃ RBIએ ATM ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં થયા આ ફેરફાર, હવે ATMમાંથી પૈસા ઉપાડવા ચુકવવો પડશે વધુ ચાર્જ, વાંચો વિગત

એડવોકેટ રસિદભાઈ ખીરા તથા અનિલભાઈ વાઘેલા તથા જામનગર તાલુકા પંચાયતનાં અમિતભાઈ સોનગ્રા તથા જામનગર તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય ભરતસિંહ જાડેજા તથા રાહુલસિહ ચુડાસમા તથા જીતેન્દ્ર સિંહ જાડેજા તથા કનકસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા તથા જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિના મંત્રી સિધ્ધરાજ સિંહ વાળા તથા જામનગર તાલુકા/જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.