બાડમેર – યશવંતપુર એસી સ્પેશિયલ અમદાવાદ થઈને ચાલશે
અમદાવાદ, ૧૨ ઓક્ટોબર: યાત્રીઓ ની સુવિધા અને આગામી તહેવારો ની સીઝન માં યાત્રીઓ ના અતિરિક્ત દબાવ ને ઓછો કરવા માટે બાડમેર- યશવંતપુર સ્પેશિયલ અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.
1. ટ્રેન નં.04806 / 04805 બાડમેર – યશવંતપુર – બાડમેર એસી સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 04806 બાડમેર – યશવંતપુર એ.સી. સ્પેશિયલ એક્સપ્રેસ 16 ઓક્ટોબર, 2020 થી પ્રત્યેક શુક્રવારે બાડમેર થી 03.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે 13.30 કલાકે અમદાવાદ પહોંચશે. તે ત્રીજા દિવસે એટલે કે રવિવારે બપોરે 03.15 વાગ્યે યશવંતપુર પહોંચશે. ટ્રેન નંબર 04805 યશવંતપુર – બાડમેર એસી સ્પેશિયલ એક્સપ્રેસ 19 ઓક્ટોબર 2020 થી દર સોમવારે 10.30 કલાકે યશવંતપુર થી ઉપડશે અને બીજા દિવસે 19.20 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે ત્રીજા દિવસે બુધવારે 05.20 વાગ્યે બાડમેર પહોંચશે.
આ ટ્રેન માં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટાયર, એસી 3 ટાયર કોચ અને પેન્ટ્રી કારનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન બાયટૂ, બાલોતરા જંકશન, સમદડી, મોકલસર, જાલોર, મોદરન, મારવાડ-ભીનમાલ, રાણીવાડા, ભીલડી જંકશન, પાટણ, મહેસાણા, અમદાવાદ જંકશન, આણંદ, વડોદરા જંકશન, અંકલેશ્વર, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ જંકશન, પુણે જંકશન, સોલાપુર, વિજાપુર, બગલકોટ, બદામી, ગડગ જંકશન, હુબલી જંકશન, દાવણગેરે, અર્સીકરે જંકશન અને ટુમકુરુ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.