Screenshot 20201211 160839

અમદાવાદ પટણા અને અમદાવાદ દરભંગા ક્લોન સ્પેશિયલમાં વધારાના કોચ

 અમદાવાદ, ૧૧ ડિસેમ્બર: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – પટના ક્લોન સ્પેશિયલમાં વધારાના સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ – દરભંગા – અમદાવાદ ક્લોન સ્પેશિયલમાં 25 ડિસેમ્બર, 2020 ના રોજ અમદાવાદથી અને 28 ડિસેમ્બર, 2020 ના રોજ દરભંગાથી બે થર્ડ એસી કોચ દૂર કરવામાં આવશે અને 4 વધારાના સ્લીપર કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ – પટણા – અમદાવાદ ક્લોન સ્પેશિયલમાં 23 ડિસેમ્બર, 2020 ના રોજ અમદાવાદથી અને 28 ડિસેમ્બર, 2020 ના રોજ પટનાથી બે થર્ડ એસી કોચ દૂર કરવામાં આવશે અને 4 વધારાના સ્લીપર કોચ ઉમેરવામાં આવશે.