આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૫૩,૭૫૭ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૩૮૫ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૩ અને સ્ટેબલ ૧૧૨૨૯ કુલ દર્દીઓ છે.