અમદાવાદ – વેરાવળ અને અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનોના કોચ સ્ટ્રક્ચરમાં પરિવર્તન

Railways banner

અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ અને અમદાવાદ – વેરાવળ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોનું કોચ સ્ટ્રક્ચર બદલવામાં આવ્યું છે. જે આ મુજબ છેઃ

1. ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલમાં એક સેકન્ડ એસી કોચ, થર્ડ એસીના 4 કોચ, 7 સ્લીપર કોચ અને ચાર સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

2.  ટ્રેન નંબર 09257/09258 અમદાવાદ – વેરાવળ – અમદાવાદ વિશેષમાં એક સેકન્ડ એસી કોચ, 2 થર્ડ એસી કોચ, 10 સ્લીપર કોચ અને ત્રણ સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.

આ પણ વાંચો…અમદાવાદ-ગાંધીનગર ફેઝ-ર અને સુરત મેટ્રો રેલનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી