અમદાવાદ – દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ રૂટ પર દોડશે

Railways banner

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: ઉત્તર પૂર્વ રેલ્વેના બલિયા અને ફેફના સ્ટેશનો વચ્ચેના પેચ ડબલિંગ કામને કારણે ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ – દરભંગા – અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગે ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 09165 અમદાવાદ – દરભંગા સ્પેશિયલ તારીખ 15, 17, 20, 22 અને 24 જાન્યુઆરી 2021 ના રોજ મઉ, ભટની અને છપરા થઇને દોડશે.

2. ટ્રેન નંબર 09166 દરભંગા – અમદાવાદ સ્પેશિયલ તારીખ 20, 23, 25, 27 અને 30 જાન્યુઆરી 2021 ના રોજ છપરા, ભટની અને મઉ થઇને દોડશે.