Aap

Aap public meeting: કુબેરનગરમાં આપ ની જાહેર સભા જાતિ-ધર્મના નામે મત માંગતી ભાજપ ને ભગાડો :શહેનાઝ હિન્દુસ્તાની

શહેરના કુબેરનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભામાં આપ ના (Aap public meeting) સ્ટાર પ્રચારક અને કવિ શહેનાઝ હિંદુસ્તાનીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

અમદાવાદ, ૧૪ ફેબ્રુઆરી: શહેરના કુબેરનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભામાં આપ ના (Aap public meeting) સ્ટાર પ્રચારક અને કવિ શહેનાઝ હિંદુસ્તાનીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.જાતિ-ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવી સત્તા પર બેઠી છે.ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં કોઈ વિકાસના કામો કર્યા નથી.આવી ભ્રષ્ટ સરકારને ચૂંટણીમાં હરાવવા લોકોને અપીલ કરી હતી.

કુબેરનગર વોર્ડમાં (Aap public meeting) આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યેન્દ્ર અભવેકર,ગીતાબેન સુંદરવા ,રાવીન્દ્રલાલ ગુપ્તા અને આશાબેન થધાણી એ જાહેર સભાનો આયોજન કર્યું હતું.આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને કવિ શહેનાઝ હિંદુસ્તાનીએ સભામાં કહ્યું હતું કે,આ દેશને ખાનગીકરણ ના નામે વેચી દીધું છે.દિલ્લીમાં કેજરીવાલે લોકોને મફત શિક્ષણ,મફત આરોગ્ય, મફત વીજળી,મહિલાઓ માટે મફત બસ સેવા જેવી સુવિધા આપી રહી છે .

Whatsapp Join Banner Guj

જ્યારે બીજેપી વિકાસ ના નામે લોકોને મૂર્ખ બનાવી રહી છે.નોટબંધીના ફાયદા ગેર ફાયદા ની નીતિ અત્યાર સુધી લોકોને સમજાવી શક્યા નથી.લોકડાઉનમાં લોકોને પોતાના જ ઘરમાં પુરી રાખવામાં આવ્યા હતા.લોકોએ પગપાળા પોતાના માદરે વતન જવાની ફરજ પડી હતી.માસ્કના નામે પોલીસ સરકારે ગરીબ લોકોની કમર તોડી નાખી હતી.

છેલ્લા 80 દિવસ ઉપરાંત સમય વીતી ગયો છતાં ખેડૂતોની કોઈ રજુઆત આપખુદ શાહી શાશન ચલાવી રહી બીજેપી સરકાર દેશ ના તાતની કોઈ માંગણી માનવા તૈયાર નથી.કેમ કે બીજેપી સરકાર લોકોના મત કરતા evm મશીન ના મત મેળવી સરકાર બનાવે છે.આવી સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે.તેમને કવિતા અને શાયરી માં પ્રવચન કરી લોકોને ખુશ કરી દીધા હતા.

આ પણ વાંચો…વડાપ્રધાન આજે તમિલનાડુ કેરલની મુલાકાતે, સેનાની આપી અર્જુન ટેંક(arjun tank MK-1A)ની ભેટ