કોણાર્ક સાઇકલિંગ રેલી 1971 ત્રીજા દિવસમાં પ્રવેશી જવાનો ના સાહસમાં વધારો કરવા કરાયું આયોજન.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૩૦ નવેમ્બર: જામનગર મિલિટરી સ્ટેશનની સિંધ બ્રિગેડના બે અધિકારી અને અન્ય 18 રેન્ક્સની ટીમે સાઇકલ રેલીનો ત્રીજો લેગ સંભાળીને રાધનપુર (ગુજરાત)થી બકસર (રાજસ્થાન) સુધી બે રાજ્યો વચ્ચેનું 230 કિલોમીટરના અંતર કાપીને રેલીને આગળ વધારી હતી. સાઇકલ રેલીના કારણે તમામ સહભાગીઓમાં સાહસની લાગણી વધવાની સાથે સાથે યુદ્ઘના ભૂતપૂર્વ જવાનો, વીર નારીઓ સાથે જોડાવાની અને યુદ્ધમાં શહીદ થયેલા તેમજ શારીરિક જાનહાનિ થયેલા જવાનોના પરિવારજનોને મદદ કરવાની પણ તક મળી રહી છે.

આ ફોર્મેશનની મેડિકલ ટીમ દ્વારા બકસર ખાતે એક તબીબી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આગળ વધવાની સાથે સાથે દિવસેને દિવસે તેના સહભાગીઓનો ઉત્સાહ અને જુસ્સો નવી ઊંચાઇએ પહોંચી રહ્યો છે. આ રેલીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો રસ્તાની બંને બાજુએ ઉભા રહીને ત્યાંથી પસાર થતી રેલીને ચિઅરઅપ કરી તેમનો જુસ્સો વધારી રહ્યાં છે.