Manish Doshi

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રકાર

shivanand hospital fire

ત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા

દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર , એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી

અમદાવાદ, ૨૭ નવેમ્બર: રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે. ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે આવશે ? શું અગાઉની દુર્ધટનાની જેમજ માનવજીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે ?

whatsapp banner 1

શ્રેય હોસ્પીટલની ઘટનામાં સરકારે અધિક મુખ્ય સચિવ ( ગૃહવિભાગ ) સંગીતા સીંધ અને અધિક મુખ્ય સચિવ ( શહેરી વિકાસ ) ત્રણ દિવસમાં અહેવાલ આપવાનો આદેશ આજે દુર્ઘટનાને ૧૧૪ દિવસ થયા છતાં અહેવાલ ક્યાં ? તપાસના તારણો શું ? જવાબદાર કોણ ? એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરામાં આગની ઘટના સમયે આગ લાગવાના કારણો અંગે નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ કેમ જાહેર કરવામાં આવ્યો નથી ? એસ.એસ.જી. હોસ્પીટલે વડોદરામાં આગની ઘટના પાછળ ધમણ વેન્ટીલેટરમાં શોટસર્કીટનું પ્રાથમિક કારણ છતાં આજદિન સુધી એફ.એસ.એલ. અને સમિતિ દ્વારા અહેવાલ ન જાહેર કરીને કોને બચાવવા રાજ્ય સરકાર મહેનત કરી રહી છે ?

ગુજરાતમાં કોવીલ હોસ્પીટલમાં આગની સતત સાત દુર્ધટના છતાં ભ્રષ્ટ ભાજપ સરકાર કેમ કોઈ પગલા લેતી નથી ? નિર્દોષ લોકોના મોત માટે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ – રીતી જવાબદારી. રાજ્યમાં હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્ય સરકાર ફાયર સેફ્ટીના નિયમોની અવગણના કરીને શા માટે માનવજીંદગીને આગમાં હોમી રહી છે ?

રાજ્યમાં કોવીડ સેન્ટર તરીકે માન્યતા માટે કેમ ધારાધોરણનું પાલન કરવામાં આવતું નથી ?કોરોના મહામારીમાં રાજ્યમાં કોવીડ સેન્ટરની મંજુરીમાં સરકારે નિયમો નેવે મુકી જે તે હોસ્પીટલોને લાખો રૂપિયા કમાવવા અને માનવ જીંદગીને મુશ્કેલીમાં મુકવા પરવાના આપી દીધા હોય તેવું એક પછી એક ઘટનામાં સામે આવી રહ્યું છે .