Pro Achyuta

પ્રોફેસર અચ્યુતા સામંતા વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

Pro. Achyuta Samanta elected as President of Volleyball Federation of India

અમદાવાદ, ૧૫ નવેમ્બર: કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

whatsapp banner 1

પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે