જામનગરમાં કોરોના સામે સાવચેતી નો મેસેજ આપતી અદ્ભૂત રંગોળી…

રિદ્ધિ શેઠ દ્વારા સતત સાત દિવસ આઠ – આઠ કલાક ની જહેમત બાદ ત્યાર કરાઈ 10 ફૂટ ની રંગોળી.
છેલ્લા એક દાયકાથી જામનગર માં આંગળીના ટેરવાની કરામત થી ત્યાર કરવામાં આવે છે અદ્દભુત આબેહૂબ રંગોળી ઓ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૧૦ નવેમ્બર: વર્ષ 2020 સમસ્ત માનવજાતિ માટે ખુબ મુશ્કેલી ભર્યુ રહ્યું છેલ્લા ઘણા સમયથી સમગ્રજગત એક અનોખી મહામારીનો સામનો કરી રહ્યું છે અને માનવી તેના અસ્તીત્વને ટકાવી રાખવાની લડાઇ લડી રહ્યો છે સકારાત્મક રીતે વિચારીએ તો આ મહામારીએ દરેક મનુષ્યનો જીવન પ્રત્યેનો પુરો અભિગમ બદલાવી અને દરેક માનવીને આ ક્ષણીક જીવનના મુલ્યોની અભુતપુર્વ સમજ આપી છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જામનગરના આર્ટિસ્ટ રિધ્ધીબેન શેઠએ શ્ર્વેત શ્યામ રંગોળી દ્વારા અદ્ભુત મેસેજ સમાજને આપવાનો પ્રયત્ન કર્યો છે.શહેરના વાલ્કેશ્ર્વરી નગરી વિસ્તારમાં શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનસાઇન સ્કુલ પાછળ રહેતા રિધ્ધીબેન પ્રતિ વર્ષ કંઇક અનોખી અને આબેહુબ રંગોળી દ્વારા કલાપ્રેમીઓના દીલ જીતી લેતા હોય છે.
છેલ્લા એક દાયકાથી શરૂ થયેલી તેમની આ સફર દરમન તેઓએ અનેક રંગોળીઓ નિર્માળ કરી છે અને તેમાં રંગીન રંગોથી તેને જીવંત બનાવી છે પણ.., હાલ કોરોનાની મહામારીમાં જયારે સમાજમાંથી અનેક લોકોના જીવનમાંથી રંગ ઉડી ગયા છે ત્યારે ફકત શ્ર્વેત અને શ્યામ (બ્લેક એન્ડ વ્હાઇટ)રંગો દ્વારા એક અનોખી, રંગોળી ત્યાર કરવામાં આવી છે.

કલાકાર રિધ્ધીબેને જણાવ્યું હતું કે સતત સાત દિવસ આઠ-અઠ કલાકની જહેમત બાદ તેમણે 6 ફૂટ બાય 4 ફૂટ એટલે કે 10 ફૂટની વિશાળ રંગોળી ત્યાર કરી છે આ રંગોળીમાં એક મહિલા સ્વચ્છ પાણીથી તેમનો ચેહરો સાફ કરતી જોવા મળે છે આજે જયારે સરકાર દ્વારા સતત હાથ-મોં સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવે છે ત્યારે મેં પણ આ રંગોળી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા સ્વચ્છતા જ એક માત્ર અભિયાન છે, રિધ્ધીબેનએ રંગોળીમાં પાણીની એક એક બુંદને આબેહુબ રજુ કરી કાબીલેદાદ રંગોળી ત્યાર કરી છે.