Ambaji Mandir Line

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

Ambaji Mandir Line

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર ને મળ્યુ ઈમ્પેક્ટ

  • મંદિર માં જતા યાત્રીકો ની ઉમટી હતી ભીડ,યાત્રીકો ભુલ્યા હતા સોસીયલ ડીસ્ટેન્ટીંગ નુ ભાન
  • નવરાત્રી મા યાત્રીકો નો ઘસારો વધતા મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો
  • નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
  • મંદિર દર્શને આવતા યાત્રિકો ને સોશ્યલ ડિસ્ટન્સ , સેનીટાઇઝર જેવી વ્યવસ્થા નો ઉપયોગ કરવા કરી અપીલ

નવરાત્રિ પ્રસંગે અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો

અત્યારે આધશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧૯ ઓક્ટોબરથી દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે.

Ambaji Mandir Line 2

હવે થી નવરાત્રી દરમિયાન દર્શન નો સમય

  • દર્શન સવારે:- ૦7-3૦ થી 11-45
  • દર્શનબપોરે:- 12-15 થી 04-15
  • દર્શન સાંજે:- 07-૦૦ થી 11-૦૦

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in , ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

કોરોના મહામારી અન્વયે સરકારશ્રીની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advt Banner Header