જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં કોરોના નું સંક્રમણ રોકવા માટે ગાંધીગીરી કરાઈ

શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે અંગે સમજ આપી માસ્ક નું વિતરણ કરાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ખૂબ વધ્યું છે અને લોકલ ટ્રાન્સમિશન વધી જવાથી પ્રતિદિન અનેક કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાની મહામારી વચ્ચે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.

ગઇકાલે પોલીસ તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પગપાળા ચાલીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જામનગર જિલ્લાના વહીવટી તંત્રની ટીમ તેમજ પોલીસ વિભાગ દ્વારા પોતાની સાથે માસ્ક નો જથ્થો રાખવામાં આવ્યો હતો, અને માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકોને માસ્ક આપી અને માસ્ક પહેર્યા વગર ઘરમાંથી બહાર નહીં નીકળવા માટે ની, અને એકબીજા વચ્ચે અંતર જાળવવાની સૂચના આપવામાં આવી હતી.

loading…

ખાસ કરીને શાકભાજી ફ્રૂટ તથા અન્ય લારી વાળાઓ કે જેઓને ત્યાં ભીડ થતી હોય છે, તેઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગ્રાહકોને ઉભા રાખવા, તેમજ પોતે ખુદ માસ્ક પહેરીને જ વેચાણ કરવા માટે ઉભા રહે તે માટેની જરૂરી સમજ આપી હતી. જામનગર શહેર માં છેલ્લા બે દિવસથી વહીવટીતંત્ર દ્વારા ગાંધીગીરી કરવામાં આવી રહી છે.