comb parcel

પશ્ચિમ રેલ્વેએ દ્વારા 1.11 લાખ ટન અતિ આવશ્યક સામગ્રીના પરિવહન માટે 500 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોનો મોટો આંકડો પાર

Hajira stee parcel

વડોદરા બીડીયુની એક વધારે ઉપલબ્ધિ હેઠળ હજીરાથી સ્ટીલનું પરિવહન શરૂ થયું

અમદાવાદ,૦૧ સપ્ટેમ્બર:કોરોના વાયરસને લીધે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉન સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે તેના શ્રેષ્ઠ પ્રયાસોની ખાતરી આપી રહી છે જેથી આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં કોઈ અવરોધ ન આવે એટલા માટે તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના જુદા જુદા ભાગોમાં સતત કાર્યરત થઇ રહી છે. લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવી સરળ કામ નથી, તેમ છતાં પશ્ચિમ રેલ્વેએ આ કામગીરી સતત ચાલુ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ જવાબદારી અને પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.આ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે કે પશ્ચિમ રેલ્વેએ લોકડાઉન દરમિયાન  દેશના વિવિધ ભાગોમાં આવશ્યક સામગ્રીને પરિવહન કરવા માટે  504 પાર્સલ વિશેષ ટ્રેનોને  ચલાવી 500 પાર્સલ વિશેષ ટ્રેનોના  મોટા આંક્ડાને  પાર કરી લોધો છે.આજ ક્રમમાં 31 ઓગસ્ટ, 2020 ના રોજ અતિ આવશ્યક ચીજવસ્તુઓ નું યોગ્ય પરિવહન સુનિશ્ચિત કરવા માટે, પશ્ચિમ રેલ્વેથી દેશના જુદા જુદા ભાગો માટે  કુલ 6 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો એ પ્રસ્થાન કર્યું, જેમાં બાંદ્રા ટર્મિનસ થી જમ્મુ તાવી, પોરબંદરથી શાલીમાર અને દેવાસ થી નવી દિલ્હીના માટે પ્રસ્થાન થયેલ પાર્સલ વિશેષ ટ્રેનો ઉપરાંત કરમબેલી થી ન્યુ ગુવાહાટી અને કાંકરિયાથી બેનાપોલ ના માટે  બે ઇન્ડેન્ટેડ ટ્રેનો એ પ્રસ્થાન કર્યું તથા પાલનપુર થી હિન્દ ટર્મિનલ માટે પ્રસ્થાન કરેલ મિલ્ક  સ્પેશિયલ ટ્રેન પણ સામેલ છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલા એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઝડપી, સલામત અને આર્થિક લોજિકસ્ટીક ઓફરના માટે પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવીઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની એક અન્ય ઉપલબ્ધિ હેઠળ, કૃભકો રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના  ગુજરાત માં હજિરા સ્થિત પ્રાઇવેટ ફ્રેટ ટર્મિનલથી એક નવા ગંતવ્ય એટલે કે આંધ્રપ્રદેશના મનુબોલુ સ્ટેશન માટે સ્ટીલનું પરિવહન શરૂ કરાયું છે. આ પરિવહન દ્વારા 38 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત  થઈ છે. આ પરિવહન માટે લોડિંગ 28 ઓગસ્ટ, 2020 ના રોજ કરવામાં આવ્યું હતું.

comb parcel

શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે 23 માર્ચથી 30  ઓગસ્ટ, 2020 સુધીમાં લગભગ 1.11 લાખ ટન વજન વાળી વસ્તુઓને પશ્ચિમ રેલવે દ્વારા તેની 504 પાર્સલ વિશેષ ટ્રેનોના માધ્યમ થી લઇ જવામાં આવ્યું છે. જેમાં  મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, માછલીઓ, દૂધ વગેરે સામેલ છે. આ પરિવહનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ આવક આશરે 36.35 કરોડ રૂપિયા રહી છે.આ અંતર્ગત, પશ્ચિમ રેલ્વે દ્વારા 81 મિલ્ક ની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 61,500  ટનથી વધુના ભાર સાથે વેગનોના 100% ઉપયોગની ખાતરી આપી છે. તેવી જ રીતે, લગભગ 37 હજાર ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 393 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી.આ ઉપરાંત, આશરે 12,800 ટન ના ભાર માટે 100% ઉપયોગ સાથે 30 ઇન્ડેન્ટેડ રેક પણ ચલાવવામાં આવ્યા હતા. 22 માર્ચથી 30 ઓગસ્ટ 2020 સુધીના લોકડાઉંનના સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે પર માલ ગાડીઓના 13,423 રેકનો ઉપયોગ 27.96 મિલિયન ટન આવશ્યક માલની સપ્લાય માટે કરવામાં આવ્યો છે. 26,448 ગુડ્ઝ  ટ્રેનોને અન્ય પ્રાદેશિક ટ્રેનો સાથે જોડવામાં આવી હતી, જેમાં 13,216 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 13,232 ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઇ જવામાં આવી હતી. આ ગુડ્ઝ  ટ્રેનોના સંચાલનથી આશરે 3534 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઇ છે.

લોકડાઉનને કારણે મુસાફરો દ્વારા થતી આવક નું નુકશાન

   લોક ડાઉનને કારણે પેસેન્જર ટ્રેનો બંધ થવાને કારણે પશ્ચિમ રેલ્વે પરઉપનગરીય અને બિન ઉપનગરીય સહિત આવકનું કુલ નુકસાન 2363 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાંથી 356 કરોડ રૂ. ઉપનગરીય વિભાગ અને 2007 કરોડ રૂ. નોન-પરા વિભાગનું નુકસાન શામેલ છે. આ હોવા છતાં, 1 માર્ચથી 30 ઓગસ્ટ, 2020 સુધી ટિકિટ રદ થવાને કારણે, પશ્ચિમ રેલ્વેએ 421.39 કરોડ રૂપિયાના રિફંડની ખાતરી આપી છે.ઉલ્લેખનીય છે કે આ રિફંડ રકમમાં, એકલા મુંબઇ ડિવિઝને 203.20 કરોડ રૂપિયાની પરત ચૂકવણીની ખાતરી આપી છે. અત્યાર સુધીમાં 65.11 લાખ મુસાફરોએ આખી પશ્ચિમ રેલ્વેમાં તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમના ભાડા ની રકમ પરત પ્રાપ્ત થઇ છે.

પ્રદીપ શર્મા ,જનસંપર્ક અધિકારી,પશ્ચિમ રેલવે, અમદાવાદ