સુશાંત મામલો:ડિપ્રેશનને લઇને તૈયાર કરાયેલી વિગતોથી સંતુષ્ટ નથી CBI

અહેવાલ: હેમાલી ભટ્ટ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને સીબીઆઈના હાથ હજુ પણ ખાલી છે, જો કે સીબીઆઈએ હવે આ મામલામાં સુશાંતની મેનેજર દિશા સાલયાનની મોતની લઈને પણ પૂછપરછ શરૂ કરી છે.રિયા ચક્રવતી સાથે પ્રથમ દિવસની પૂછપરછમાં સીબીઆઈનું ફોકસ સુશાંતનું ડિપ્રેશન,દિશા સાલયાન અને રિયાની યૂરોપ ટ્રીપ પર હતું. સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ છેલ્લા છ દિવસથી સુશાંતના મિત્રો અને નોકરો સાથે સતત પૂછપરછ કરી રહી છે.સીબીઆઈ અત્યાર સુધીની તપાસમાં એ જાણવા માગે છે કે સુશાંતની હત્યા છે કે આત્મહત્યા?.રિયા,તેના ભાઈ શોવિક અને સિદ્ધાર્થ પિઠાણી સાથે સતત સીબીઆઈ પૂછપરછ કરી રહી છે.