જામનગર બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો

Ganpati Visarjan 3

રિપોર્ટ:જગત રાવલ , જામનગર

૨૮ ઓગસ્ટ:જામનગર ખમભાળિયાં હાઈ વે પર બેડ ગામ નજીકનો બનાવ, બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો હતો, યુવાન નદીના ધસમસતા પ્રવાહમાં તણાય જતા જામનગર થી ફાયરબ્રિગેડ ની ટિમ ઘટનાસ્થળે પોહચી અને બોટ ની મદદ થી યુવાન ની શોધખોળ શરૂ કરી છે,

પ્રાથમિક મળતી માહિતી મુજબ આ યુવાન જામનગરના બંગાળી પરિવારનો છે અને પરિવાર સાથે બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન કરવા આવ્યો હતો તે દરમિયાન નદીના પ્રવાહમાં તણાય ગયો હતો, યુવાન ના નદી મા તણાય જવાના સમાચાર થી બેડ નદીએ મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યાં છે,