pic2

પશ્ચિમ રેલ્વે ચલાવશે દેવાસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન

comb load 21.8 1
ફોટો કેપ્શન: અમદાવાદ સ્ટેશન પર પાર્સલ લોડિંગ / અનલોડિંગ ના જુદા જુદા દ્રશ્યો.

૨૨ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે એ રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ નો સપ્લાય ચાલુ રાખ્યો છે. આ જ ક્રમમાં દેવાસ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.


પશ્ચિમ રેલ્વે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર
દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, મુંબઈ સેન્ટ્રલઅને દેવાસ વચ્ચે ચાલવાવાળી ટ્રેન સંખ્યા 00931 દેવાસ-મુંબઈ સેન્ટ્રલ પાર્સલ સ્પેશિયલ ટ્રેન દેવાસ થી 23 ઓગસ્ટ, 2020 ના રોજ 19.30 વાગ્યે ઉપડશે અને 25 ઓગસ્ટ 2020 ના રોજ 04.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ગેરતપુર અને અમદાવાદ સ્ટેશનો પર રોકાશે.