આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૨૬ નવા દર્દીઓ નોંધાયા ૧૧૩૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

આજે રાજ્યમાં કુલ ૫૭,૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪૩૩૨ કુલ દર્દીઓ છે.
ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ:આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૨૬ દર્દી નોંધાયેલ છે.આજ રોજ ૧૧૩૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૧૫,૫૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૭,૧૮૮ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૫,૦૬,૪૦૦ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૮૧૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે