News Flash 05

New Chairman of TATA Trust: આ બનશે રતન ટાટાના ઉત્તરાધિકારી; વાંચો વિગત

New Chairman of TATA Trust: નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

google news hindi

બિઝનેસ ડેસ્ક, 11 ઓક્ટોબરઃ New Chairman of TATA Trust: રતન ટાટાના અવસાન બાદ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બનશે? તેને લઈને આશંકાઓ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર નોએલ ટાટા નવા ચેરમેન બનશે.

New Chairman of TATA Trust

રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

BJ ADS

નોંધનીય છે કે, નોએલ ટાટાએ યુકેની સસેક્સ યુનિવર્સિટી અને INSEAD માં ઈન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. નોએલને તેમના વ્યૂહાત્મક કૌશ્લ્ય અને ગ્રૂપના વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઓળખાય છે. નોએલ ટાટાને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠાં ચેરમેન તરીકે નિમાયા છે.

આ પણ વાંચો:- Official Language Fortnight-2024: રાજકોટ રેલ્વે ડિવિઝન ખાતે રાજભાષા પખવાડા-2024 નો એવોર્ડ વિતરણ સમારોહ સંપન્ન

देश की आवाज की खबरें फेसबुक पर पाने के लिए फेसबुक पेज को लाइक करें