યાત્રાધામ દ્વારકાના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કરતા સાંસદ પૂનમબેન માડમ

રિપોર્ટ: જગત રાવલ,જામનગર
દેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખૂબજ પાણી ભરાયા અને ખૂબજ હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોઇ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ દ્વારકાના પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક આગેવાનો સાથે જાત નિરીક્ષણ કર્યુ હતુ અને ટ્રેક્ટરમાં બેસીને તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ચાલીને જઇ તમામ વિગતો મેળવી હતી તેમજ પાણી નિકાલ જલદી થાય તેમજ પમ્પીંગ થી ડીવોટરીંગ કાર્યવાહી પણ જલદી થઇ શકે તે તમામ બાબતોની દરેક પાસઓની સઘન સમીક્ષા કરી હતી તેમજ અધીકારીઓ અને પદાધીકારીઓ સાથે બેઠક પણ કરી હતી

