કોરોના રોગચાળો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેના 389 પાર્સલ, વિશેષ ટ્રેનો દ્વારા 73 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

COMB 9.7

અમદાવાદ૦૯ જુલાઈ ૨૦૨૦

કોરોના રોગચાળાને પગલે કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં, દેશના વિવિધ સ્થળોએ આવશ્યક ચીજવસ્તુઓને પરિવહનના અનન્ય પહેલના ભાગ રૂપે પશ્ચિમ રેલ્વે દ્વારા પાર્સલ સ્પેશિયલ
ટ્રેનોનું મોટા પાયે મહત્વપૂર્ણ પરિચાલન નિરંતર જારી છે. જેના માધ્યમ થી પશ્ચિમ રેલ્વે દ્વારા
રાષ્ટ્ર પ્રત્યે પોતાનીસંપૂર્ણ પ્રતિબદ્ધતા સારી રીતે કરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી
કરાયેલ એક અખબારી યાદી મુજબ, 23 માર્ચથી 8 જુલાઇ, 2020 દરમિયાન કોરોના રોગચાળાની વિપરીત અસરો હોવા છતાં, 73,૦૦૦ ટનથી વધુ વજન વાળી વસ્તુઓનું 389
પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ના માધ્યમથી પશ્ચિમ રેલ્વે દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે.

જેમાં કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે મુખ્યત્વે શામેલ છે.આ પરિવહન ના
માધ્યમથી પ્રાપ્ત થયેલ આવક આશરે 23.43 કરોડ રૂપિયા છે. આ સમયગાળા દરમિયાન, 55 દુધની વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવી હતી, જેમાં આશરે 41 હજાર ટન જેટલું ભારણ હતું અને વેગનના 100% ઉપયોગના પરિણામે અંદાજિત આવક રૂ. 7.13 કરોડ હતી. તેવી જ રીતે, 27,700 ટન થી વધુ વજનની 324 કોવિડ -19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેનાથી રૂ14.14 કરોડ આવક મળેલ છે.

આ સિવાય, 4355 ટન સુધી લઇ જવા વાળી 10 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ
સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 2.16 કરોડથી વધુ આવક પ્રાપ્ત થયેલ છે. 22
માર્ચથી 8 જુલાઈ 2020 સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન, 17.65 મિલિયન ટન
આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ 8598 ગુડઝ ટ્રેનો નો ઉપયોગ
કરવામાં આવ્યો છે. 16915 ગુડ્ઝ ટ્રેનોને અન્ય ઝોનલ રેલવે સાથે ઈન્ટર ચેન્જ કરવામાં
આવી છે. જેમાં 8466 ટ્રેનો ને સોંપવામાં આવી. 8449 ટ્રેનોને જુદા જુદા ઇન્ટરચેંજ પોઇન્ટ પર
લઇ જવામાં આવી. પાર્સલવાન / રેલ્વે મિલ્કટેન્કર (આરએમટી) ના 391 મિલેનિયમ પાર્સલ રેક
દેશના વિવિધ ભાગોમાં દૂધના પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ઉપયોગી વસ્તુઓ
જેવી જરૂરી સામગ્રીની માંગ અનુસાર સપ્લાય કરવા દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં
આવી છે.

લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી

કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનને કારણે પશ્ચિમ રેલ્વે પરની કમાણીનું કુલ
નુકસાનઆશરે રૂ .1649 કરોડ થયું છે, જેમાં પરા વિસ્તાર માટે રૂ .241 કરોડનું નુકસાન અને
બિન-પરા વિસ્તારો માટે આશરે રૂ .1408 કરોડનો સમાવેશ થાય છે.આ હોવા છતાં, 1 માર્ચ,
2020 થી 8 જુલાઈ, 2020 સુધી ટિકિટ રદ કરવાના પરિણામે, વેસ્ટર્ન રેલ્વેએ 388.34 કરોડ
રૂપિયાની રિફંડ રકમ પરત કરવાની છે.નોંધનીય છે કે આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને
રૂ. 184.83 કરોડથી વધુનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. અત્યાર સુધીમાં, 59.62 લાખ મુસાફરોએ
આખી પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રીફંડની રકમ પ્રાપ્ત
થઈ છે.


પ્રદીપ શર્મા, જન સંપર્ક અધિકારી,
પશ્ચિમ રેલવે, અમદાવાદ,