Shani jayanti: છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગરમાં શનિ જ્યંતી ની સાદાઈ થી ઉજવણી કરાઈ
Shani jayanti: હાલ કોરોના કાળ દરમિયાન જામનગર માં શનીદેવ મંદિર ખાતે સાદાઈ થી ભગવાન શનીદેવ ની જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૦ જૂન: Shani jayanti: આજે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતિ નો અવસર છે આજના દિવસે શનિ આમવસ્યા પણ કહેવાય છે ત્યારે જામનગર ના નાગેશ્વર વિસ્તાર માં આવેલ ભગવાન શનીદેવ ના મંદિરે ભક્તો દ્વારા સાદાઈ થી શનિ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી

ભગવાન શનીદેવ (Shani jayanti) ના મંદિરે સવારે શનિ શાંતિ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોરબાદ અન્નકોટ નું આયોજન કરી સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત મંદિર ના પૂજારી અને સ્વયંસેવકો દ્વારા શનિ મંદિરે દર્શન અને પૂજા માટે આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઇન નું ચુસ્તપણે પાલન કરવવામાં આવ્યું હતું.