આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૧ દર્દીઓ સાજા થયા ૯૬૦ નવા દર્દીઓ નોંધાયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦
રાજ્યમાં ૯૬૦ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૧૦૬૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૨૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૮૨,૯૪૯ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૩,૮૦,૭૬૩વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૧૮૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૫ અને સ્ટેબલ ૧૧૨૬૯ કુલ દર્દીઓ છે.