જામનગર સોયલ ટોલ નાકે ટેન્કર પલટી ખાઈ ગયું, પછી શું થયું જાણો…



રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગર ધ્રોલ ના સોયલ ટોલનાકા પાસે એલપીજી ગેસ ભરેલ ટેન્કર એકાએક પલટી મારી જતાં ફાયર બ્રિગેડ ની ટિમ તાબડતોબ કામગીરી માટે પહોંચી હતી

જામનગર ના ધ્રોલ પાસે આવેલ સોયલ ટોલનાકા પાસે આજે એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું જેના કારણે આ રોડ પરના વાહન વ્યવહાર ને અસર પહોંચી હતી દરમ્યાન માં જામનગર ફાયર બ્રિગેડ ને આ અંગે જાણ કરવામાં આવતા તાકીદે જવાનો ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને કામગીરી કરી હતી
જામનગર રાજકોટ હાઇવે પર અવારનવાર ગેસ ભરેલા ટેન્કર પલટી મારી જવાના બનાવો બને છે આ અકસ્માત ના કારણે ટેન્કર ચાલક ને સામાન્ય ઇજા પહોંચી હતી અને અકસ્માત ના પગલે ટ્રાફિક જામ થયો હતો તેમજ એક સાઈડ બંધ કરવી પડી હતી
