Virat Kohli and wife Anushka Sharma show off the bump 1742eabf71d medium edited

અનુષ્કા શર્માએ પતિ વિરાટ અને દીકરી સાથેનો ફોટો શેર કર્યો, નામ રાખ્યું વામિકા(Vamika)! જુઓ ફોટો સાથે વાંચો નામનો અર્થ…

વામિકા(Vamika)ના આવવાથી ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભારઃ અનુષ્કા શર્મા

Virat Kohli and wife Anushka Sharma show off the bump 1742eabf71d medium edited

બોલિવુડ ડેસ્ક, 01 ફેબ્રુઆરીઃ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકા(Vamika)નો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

સોશિયલ મીડિયામાં શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી(Vamika)છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Digital Census: નાણામંત્રીએ કરી જાહેરાત, દેશમાં ડિજીટલી રીતે થશે જનગણના

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.