રાજદ્રોહ કેસમાં કંગના થઈ હાજરઃ અભિનેત્રીએ કહ્યું- શા માટે મને ટોર્ચર કરવામાં આવી રહી છે?, જુઓ વીડિયો

2020 10image 09 25 584663568kangana ll

મુંબઇ, 08 જાન્યુઆરીઃ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની કાયદાકીય લડત ખત્મ થવાનું નામ નથી લઈ રહી, તેઓ પોતાના ઘરને લઈને બીએમસી સામે લડત આપી રહી છે, આ મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં બીજી તરફ કંગનાને હવે બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું છે, કંગના પર બોલિવુડમાં પોતાના ટ્વિટ્સ દ્વારા નફરત ફેલાવાનો આરોપ લાગ્યો છે, જેમાં જણાવાવામાં આવ્યું છે કે તેમણે હિંદુ-મુસ્લિમ નામ પર માહોલને બગાડ્યું છે. આ તમામ આરોપ કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ સઈદે લગાવ્યા છે.

ત્યાર બાદ બાન્દ્રા કોર્ટના આદેશ પર અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન વિરુદ્ઘ એક FIR દાખલ કરવામાં આવી છે, અને તેમને પોલિસની કાર્યવાહીમાં સહયોગ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પરંતુ પોલિસ દ્વારા સતત 3 સમન્સ પાઠવ્યા બાદ પણ કંગના અને રંગોલી તપાસમાં શામેલ થઈ નહી.

Whatsapp Join Banner Guj

પછી અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં FIR રદ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી રદ કરવાના મામલે સંપૂર્ણ રીતે મનાઈ ફરમાવી દીધી અને તેમને 8 જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલિસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ સમયે કંગનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કંગનાએ એ મામલે નારાજગી વ્યક્ત કરી છે કે તેમને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહી છે, તે જણાવે છે કે તેમને પોલીસમાં હાજરી આપવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ એ નથી જણાવવામાં આવી રહ્યું કે ક્યાં આવવાનું છે, કેવી રીતે હાજરી આપવાની છે. તેમની નજરોમાં તેમને પોતાના વિચારો વ્યક્ત કરતા પણ અટકાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…

ચીનમાં આજે નવા 63 કોરોના કેસ આવ્યા, કેસ આવતાં ફરીથી લોકડાઉન