Virat Kohli and wife Anushka Sharma show off the bump 1742eabf71d medium edited

સારા સમાચારઃ અનુષ્કા શર્માએ આપ્યો દીકરીને જન્મ, વિરાટે ટ્વિટરના માધ્યમે પોતાની ખૂશી વ્યક્ત કરી!

Virat Kohli and wife Anushka Sharma show off the bump 1742eabf71d medium edited

મુંબઇ, 11 જાન્યુઆરીઃ ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ઘરે દીકરીનું આગમન થયું છે. વિરાટ કોહલીએ ટ્વિટરના માધ્યમે પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું છે કે, અમને આ જણાવતા ખૂબ જ ખુશી થઇ છે કે આજે બપોરે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમને પ્રેમ અને શુભેચ્છા આપનારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અનુષ્કા અને દીકરી બંને ઠીક છે. અમે પોતાને સૌભાગ્ય શાળી ગણીએ છીએ કે અમને આ અનુભવ કરવાનો લહાવો મળ્યો છે. તમે સમજી શકો છો કે અત્યારે અમે થોડી પ્રાઇવસી ઇચ્છીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. આજે ભારતીય પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મ દિવસ છે.

આ પણ વાંચો….

કૃષિ આંદોલનઃ સુપ્રીમ કોર્ટ સરકારના વલણથી નારાજ, કહ્યું- કોઇપણ આ રીતે કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે!

87
Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.