સૌરવ ગાંગલીને હાર્ટએટેક આવ્યા બાદ, જાણો, શા માટે સોશિયલ મીડિયા પર લોકો ઉડાવી રહ્યા છે મજાક?

947270 ganguly

નવી દિલ્હી, 05 ડિસેમ્બરઃ શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર ફોર્ચ્યુન ખાદ્ય તેલની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે જો આ તેલ હાર્ટ માટે સારુ છે તો કેવી રીતે ગાંગુલીને એટેક આવ્યો?

whatsapp banner 1

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગયા વરસે જાન્યુઆરીમાં ફોર્ચ્યુન રાઇસ બ્રાન ખાદ્યતેલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. કોરોનાના પગલે લદાયેલા લૉકડાઉન પિરિયડ દરમિયાન બનાવાયેલી આ જાહેરખબરમાં સૌરવ ગાંગુલી હૃદયની દેખરેખ રાખી રહ્યા હોય એવું દેખાડવામાં આવ્યું હતું.

પરંતુ સૌરવને પોતાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ સોશ્યલ મિડિયા પર આ જાહેરખબરની જોરદાર મજાક ઉડાવવામાં આવતાં સૌરવને રજૂ કરતી તમામ જાહેરખબરો પાછી ખેંચી લેવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ગાંગુલી ફોર્ચ્યુન ખાદ્ય તેલનો બ્રાન્ડ એમ્બેસેટર હતો.

આ પણ વાંચો…

બ્રિટનઃ કોરોનાના નવા સ્ટ્રેનનું સંકટ વધતા બોરિસ જોનસને જાહેર કર્યુ લોકડાઉન, સાથે આપી ગાઇડલાઇન