વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન

makar sankranti 2020 1578470444 edited

ધર્મ ડેસ્ક,13 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, ઘણી વસ્તુઓ તૂટેલી-ફૂટેલી અને બેકારની હોય છે. ઘરમાં તે વસ્તુઓનો વપરાશ નહી થવા પર પણ તે ઘરમાં પડેલી રહે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરમાં આ વસ્તુઓનું તૂટેલી ફૂટેલી પરિસ્થિતિમાં હોવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, ઘરમાં આ વસ્તુઓ હોવાથી પરિવારના સભ્યો પર ખરાબ અસ પડે છે. માન્યતા છે કે, આ વસ્તુઓને ઘરમાં રાખવાથી ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કંઈ તૂટેલી-ફૂટેલી વસ્તુને ઘરમાં રાખલાથી ગરીબી આવે છે.

Whatsapp Join Banner Guj
  • વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનું ફર્નીચર તૂટેલ-ફૂટેલ હોવુ જોઈએ નહી. કહેવાય છે કે, વાસ્તુ દોષ ઉત્પન્ન થવાથી ઘર-પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે, જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યાં પૈસાની ખામી હંમેશા બનેલી રહે છે.
  • શાસ્ત્રો પ્રમાણે વૈવાહિક જીવનમાં શાંતિ માટે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમારો પલંગ તૂટેલો હોવો જોઈએ નહી. જો પલંગ તૂટેલો હોય તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Whatsapp Join Banner Guj
  • ઘરનો મેનગેટ અથવા કોઈ દરવાજો તૂટેલો હોય તો તેને તરત જ સારો કરાવી લેવો જોઈએ. દરવાજામાં તૂટેલ-ફૂટેલને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે, આવુ કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા આવે છે.
  • ઘરમાં ક્યારેય પણ તૂટેલ અરીસો રાખવો જોઈએ નહી. આ દોષના કારણે ઘરમાં નેગેટિવ ઉર્જા રહે છે. પરિવારના સભ્યોને માનસિક તાણનો સામનો કરવો પડે છે.
  • માનવામાં આવે છે કે, બંધ અથવા ખરાબ ઘડીયાળ રાખવાથી ઘર-પરિવારની ઉન્નતી થતી નથી. ઘરમાં ગરીબી આવે છે અને કાર્યોને પૂર્ણ થવામાં પણ બાધાઓનો સામનો કરવો પડે છે. તેથી ખરાબ ઘડીયાળના ઘરમાં રાખવી જોઈએ નહી.

આ પણ વાંચો….
Ind vs Aus: બ્રિસ્બેન ટેસ્ટમાંથી બુમરાહ પણ થયો બહાર, મોટાભાગના પ્લેયર થયા ઈજા ગ્રસ્ત