કુમકુમ મંદિર દ્વારા ઉત્તરાયણ – ધનુર્માંસની પૂર્ણાહુતિની કરવામાં આવશે ઉજવણી

f9537791 f7fd 4e20 9c33 fc1626c12b1e
  • કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી, જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા – સાધુ પ્રેમવત્સલદાસજી
  • પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે.

તા. ૧૪ જાન્યુઆરીને ગુરુવાર શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭ – ૦૦ થી ૮ – ૦૦ સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન – સત્સંગ સભા યોજાશે.

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ14 જાન્યુઆરીના રોજ એક માસથી ચાલતી ધનુર્માંસની ધૂન ની પૂર્ણાહુતિ કરવામાં આવશે…. ભગવાનને તલસાંકડી, ગુંદરપાક, બદામપાક, સીંગપાક, બોર, જામફળ, શેરીડી આદીના થાળ ધરાવવામાં આવશે. ભકતો સંતોને ઝોળીદાન નિમિત્તે દાન કરશે.

Whatsapp Join Banner Guj

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,મકરસંકરાતિ – ઉત્તરાયણ અંગે જણાવ્યું હતું કે, મકરસંક્રાતિ પર્વ સૂર્ય પર આધારિત છે.સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માંસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારાં લૌકિક કાર્ય કરવામાં આવતાં નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઈ લૌકિક શુભ કાર્યોની શરૂઆત કરી શકાય છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.

Whatsapp Join Banner Guj

ઉત્તરાયણ શબ્દ ઉત્તર “ઉત્તર’ અને “અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે. અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાનની પૂજા – અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે.સાથે સાથે અનાજ,વરત્ર,ઉનનાં વરત્રો,શેરડી,વિવધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુકિત મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે.મકરસંક્રાતિના દિવસે એક ગણું દાનને હજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીનું દાન આપવાનું સવિશષે મહત્વ છે.

Whatsapp Join Banner Guj

પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે.

  • કોઈપણ ઉડાન સંપ વગર શકય બનતી નથી.પતંગ અને દોરાનો પ્રેમ જ આકાશને આંબવાની શકિત સમર્પે છે.સંબંધોનું પણ આવું જ છે.જિંદગીને જીતવા માટે કોઈએ પતંગ બનવું પડે છે અને કોઈને દોરા.
  • આપણે જો સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે – ઉંચે ઊડી શકીશું અને લહેરાતા – લહેરાતા – જિંદગી માણી શકીશું.
  • પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે. આ આપણે પણ રંગબેરંગી ઉડતા પતંગ છીએ. ઘણા પતંગ દિશા વગર અહીં તહીં ઊડીને ફાટી જાય છે. તેમ આપણું જીવન દિશા વગરનું ન હોવું જોઈએ પણ ઉત્કૃષ્ટ ધ્યેયવાળું હોવું જોઈએ.

જેમ પતંગનો ઢટ્ટો અક્કડ હોય તો તે પતંગ સારી રીતે ઊડી શકતો નથી. પરંતુ નમ્ર ઢટ્ટાવાળો પતંગ સારી રીતે ઊડી શકે છે તેથી આપણે જીવનમાં આગળ વધવું હોય તો નમ્ર બનવું જોઈએ. આપણે જો સત્સંગના રંગે રંગાયેલા રહીશું તો આકાશમાં ઉંચે-ઉંચે ઊડી શકીશું અને લહેરાતા – લહેરાતા જિંદગી માણી શકીશું.

Whatsapp Join Banner Guj

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખવાણી જે વચનામૃત ગ્રંથ તેના વડતાલ પ્રકરણના ચોથા વચનામૃતમાં પતંગને ભગવાનની મૂર્તિની ઉપમા આપીને સમજાવ્યું છે કે, આપણે જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસ-પાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૂપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૂપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઈએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાતિ કોઈ છે જ નહી. અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે. જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદગુણોરૂપી રંગોથી દીપી ઊઠશે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

આ પણ વાંચો…

ચીનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, તો બીજી બાજુ મલેશિયામાં કટોકટી જાહેર કરી..!