ધોરણ 9 અને 11ના વર્ગો પણ આ મહિનાથી થશે શરૂ, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

student edited

ગાંધીનગર, 25 જાન્યુઆરીઃ ગુજરાત રાજ્યમાં ધોરણ૧૦ અને ૧૨ની સ્કૂલો ૧૧મી જાન્યુઆરીથી શરૃ કર્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે અને કોરોનાના કેસો પણ હવે સાવ ઘટી રહ્યા છે ત્યારે સરકારે ફેબ્રુઆરી પ્રથમ સપ્તાહમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગો પણ શરૃ કરવાનુ આયોજન શરૃ કર્યુ છે.જ્યારે પ્રથમ અને બીજા વર્ષની કોલેજો પણ શરૃ કરવામા આવે તેવી માંગ વચ્ચે સરકાર હોસ્ટેલના પ્રશ્નને લઈને હજુ અવઢવમાં છે.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે સુધરતી જાય છે. કેસો ઘટવા સાથે રીકવરી રેટ વધતો થાય છે અને મૃત્યુ દર પણ હવે નહિવત બરોબર છે ત્યારે અન્ય તમામ ક્ષેત્રો સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ હવે ન્યુ નોમર્લનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે.સરકારે ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો સાથે યુજીની છેલ્લા વર્ષની કોલેજો અને પીજીની તમામ સેમેસ્ટરની કોલેજો ૧૧મી જાન્યુઆરીથી શરૃ કરી દીધી છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી રહી છે.

તેમજ સ્કૂલોમાં-કોલેજોમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં નોંધાયા હોય તેવી મોટી ઘટના હજુ સુધી સામે આવી નથી.અત્યાર સુધી નોંધાયેલા કેસ શૈક્ષણિક સંસ્થાની બહાર વિદ્યાર્થીઓમાં નોંધાયા છે.આમ સ્કૂલો-કોલેજો જેટલી પ્રથમ તબક્કામાં શરૃ થઈ છે તેનાથી સરકારને સારી સફળતા મળી છે અને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે બીજા તબક્કામાં સરકાર ધો.૯ અને ૧૧ના વર્ગો પણ રેગ્યુલર ધોરણે ઓછી હાજરી સાથે શરૃ કરવાનુ આયોજન ધરાવે છે આ ઉપરાંત કલાસીસોને લઈને પણ વિચારણા ચાલી રહી છે.

GEL ADVT Banner

જો કે પ્રથમ અને બીજા વર્ષની કોલેજો શરૃ કરવા માટે હજુ હોસ્ટેલનો પ્રશ્ન યથાવત છે. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે ધો.૧૦-૧૨ના વર્ગો શરૃ કર્યા બાદ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ઉત્સાહ દેખાયો છે અને સંખ્યા વધી રહી છે તેમજ કોરોનાના કેસો સાવ ઘટી ગયા છે જેથી ફેબુ્ર.માં ધો.૯-૧૧ના વર્ગો શરૃ કરાશે પરંતુ ફાઈનલ નિર્ણય ૨૭મીએ મળનારી કેબિનેટની મીટિંગમાં લેવાશે.

આ પણ વાંચો…

ચોંકવનારી ઘટનાઃ જજ પતિ સામે પત્નીએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ, વાંચો સંપૂર્ણ અહેવાલ