Bhuj station 600x337 1

Train schedule: ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ વધારાના હોલ્ટ અને સુધારેલા સમયે દોડશે

Train schedule: ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદ , ૦૫ જૂન: Train schedule: ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વધારાના હોલ્ટ અને સુધારેલા સમય સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનનો સુધારેલો સમય 10 જૂન, 2021થી અમલમાં આવશે. ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ દીપકકુમાર ઝાના જણાવ્યા મુજબ સુધારેલા સમય અને વધારાના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે:-

●  ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ

Train schedule: 10 જૂન, 2021 થી ટ્રેન નં.09115 દાદર-ભુજ સયાજી નગરી સુપરફાસ્ટ સ્પેશિયલ દાદરથી 15:15 વાગ્યે ઉપડીને 15:38 વાગ્યે બોરીવલી, 16:47 વાગ્યે દહાનુ રોડ, 17:20 વાગ્યે વાપી, 17:43 વાગ્યે વલસાડ, 18:01 વાગ્યે બીલીમોરા, 19:34 વાગ્યે કોસંબા જંકશન, 19:51 વાગ્યે અંકલેશ્વર, ભરૂચ 20:03 વાગ્યે, 20:32 વાગ્યે પાલેજ, મિયાગામ કર્ઝન 20:46 વાગ્યે, વિશ્વામિત્રી 21:08 વાગ્યે, વડોદરા 21:20 વાગ્યે, આણંદ 21:57 વાગ્યે, મણિનગર 23:09 વાગ્યે, આદિપુર 05:38 વાગ્યે પહોંચશે.

એ જ રીતે (Train schedule) ટ્રેન નંબર 09116 ભુજ-દાદર સયાજી નગરી સ્પેશિયલ એક્સપ્રેસ 23:18 વાગ્યે આદિપુર, 05:39 વાગ્યે મણિનગર, વડોદરા ખાતે 07:15 વાગ્યે, વિશ્વામિત્રી 7:28 વાગ્યે, મિયાગામ કર્ઝન 07:54 વાગ્યે, 08: 09 વાગ્યે પાલેજ, 08:34 વાગ્યે ભરૂચ, 08:47 વાગ્યે અંકલેશ્વર, 09:10 વાગ્યે કોસંબા જં.,10:36 વાગ્યે બીલીમોરા, 12:00 વાગ્યે દહાનુ રોડ, 13:01 વાગ્યે બોરીવલી,13:55 વાગ્યે દાદર પહોંચશે.

આ પણ વાંચો…આ જાણીતી અભિનેત્રીએ વેક્સિન લેવા માટે બનાવ્યું Fake ID કાર્ડ, જાણો પકડાઇ ગઇ પછી શું થયું?

ઉલ્લેખનીય છે કે મુસાફરોની સુવિધા માટે બંને દિશામાં આદિપુર, મણિનગર, વિશ્વામિત્ર, મિયાગામ કર્ઝન, પાલેજ, ભરૂચ, કોસંબા, બીલીમોરા અને દહાનુ રોડ સ્ટેશનો પર(Train schedule) વધારાનો હોલ્ટ આપવામાં આવ્યો છે.

મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેશનલ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in . ઉલ્લેખનીય છે કે આ ખાસ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.