Garba

Gandhidham-Howrah: ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસ એલએચબી રેક સાથે દોડશે

Gandhidham-Howrah: ટ્રેન નંબર 22951/52 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ ફરી શરૂ થવા પર એલએચબી રેક સાથે દોડશે.

Gandhidham-Howrah: મુસાફરોને મુસાફરીનો અનુભવ વધુ આરામદાયક બનાવવા માટે, પશ્ચિમ રેલ્વેએ 12937/38 ગાંધીધામ-હાવડા ગરભા એક્સપ્રેસના પરંપરાગત રેક્સને એલએચબી રેક્સથી બદલવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 22951/52 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ ફરી શરૂ થવા પર એલએચબી રેક સાથે દોડશે.

Railways banner

 ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, ટ્રેન નં 12937/12938 ગાંધીધામ-હાવડા (Gandhidham-Howrah) ગરભા એક્સપ્રેસ (હાલમાં 02937/02938 ગાંધીધામ-હાવડા સ્પેશિયલ ટ્રેનના રૂપે દોડે છે) હવે ગાંધીધામથી 5 જૂન, 2021 થી અને હાવડાથી 7 જૂન, 2021 થી એલ.એચ.બી. રેક સાથે દોડશે.

આ પણ વાંચો…Vaishno Devi Katra special trains canceled: નોન – ઇન્ટરલોકિંગ કાર્યને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો રદ રહેશે

Advertisement

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ કોચ હશે. આ ફેરફાર સાથે મુસાફરોની મુસાફરી વધુ આરામદાયક બનશે અને વધુ સલામતી પણ સુનિશ્ચિત કરવામાં આવશે.