Accident JMC

જામનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત.

જાબુંડા પાટિયા પાસે ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયો અકસ્માત.

મળતી માહિતી મુજબ ૧૪ લોકો અકસ્માતમાં ઘાયલ થયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર-રાજકોટ હાઈવે ઉપર આજે બપોરના ભાગે એક ટ્રક અને પેસેન્જર રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ જાંબુડા પાટીયા પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી એક રિક્ષા સાથે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ફસાઇ જતા અકસ્માત સર્જાયો હતો

અકસ્માતના કારણે અહીં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા ઘાયલ લોકોને 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે