Bramh samaj 3

જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા જીલા અને શહેર ભાજપ પ્રમુખનું સન્માન કરાયું.

Bramh samaj

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૮ નવેમ્બર: બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા ભા. જ. પા. ના નવનિયુક્ત શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા નું સન્માન સમારંભ તેમજ નવવષૅ નિમિત્તે સવૅ ભુદેવોના ભોજન સમારંભ. યુવા ટીમ ના પ્રમુખ રવિભાઈ પંડ્યા તેમજ ઉપપ્રમુખ અમુલભાઈ શરમા દ્વારા સુદર મજાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ જામનગર ના પુવૅ પ્રમુખજયેશભાઈ પંડ્યા તેમજ પ્રદેશ મંત્રી સતીષભાઈ બાકોડી તેમજ મહિલા પ્રદેશ મંત્રી કુ.નિકીતાબેન ટેવાણી , ભા.જ.પ. ના કોર્પોરેટર મેરામણભાઈ તેમજ આલાભાઈ ઉપસ્થિત રહ્યા.

બ્રહ્મદેવ સમાજ જામનગર શહેર તેમજ જીલ્લા અને દેવભૂમિ દ્વારકા ના પ્રભારી અમરકાન્તભાઈ પંડયા , શહેર પ્રમુખ અજયભાઈ જાની, જીલ્લા પ્રમુખ હિમાંશુભાઈ જોષી , યુવા જીલ્લા પ્રમુખ મિતેશભાઇ મહેતા, શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન ભટૃ, જીલ્લા મહિલા પ્રમુખ નયનાબેન ત્રિવેદી તેમજ દરેક હોદેદારો અને બહોળી સંખ્યામાં બ્રમબંધુ તેમજ નારીશક્તિ ની હાજર રહ્યા હતા.

whatsapp banner 1