જામનગરમાં તહેવારો ઉપર ભાનું શક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ.

JMC Rangoli Competion 2

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ નવેમ્બર: જામનગરના વેજુમાં હોલ ખાતે ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન તારીખ ૨૧-૧૧-૨૦ કરવામાં આવ્યું હતું જેમાં (૧૨) બાર વર્ષથી નીચેની વયના બાળકો તેમજ બહેનો મળી કુલ ૪૦ જેટલા સ્પર્ધકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં (૨) બે કલાકના સમયગાળામાં દરમિયાન રંગોળી પૂર્ણ કરવાની તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાને ભાનુ શક્તિ સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં હતા,

whatsapp banner 1

તેમજ કોરોનાની મહામારી ને જોતા આ સમગ્ર આયોજન સરકારના કોવિડ નિયમો ના પાલન સાથે તમામ સ્પર્ધકોને માસ્ક હાથમાં પ્હેરી રાખવા હાથમાં સેનીટાઇઝર કરવું વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.

JMC Rangoli Competion

આ તકે મંડળના પ્રમુખ દક્ષાબેન નંદા મંત્રી નયનાબેન મંગી ઉપ પ્રમુખ અનસુયાબેન કનખરા તેમજ મંડળના બહેનો સાથે મળી આ રંગોળી સ્પર્ધાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!