15 ડિસેમ્બરના રોજ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન

Rajkot Divions

રાજકોટ, ૨૦ નવેમ્બર: પશ્ચિમ રેેલવેના રાજકોટ ડિવિઝન ખાતે તા.15 ડિસેમ્બરના રોજ સવારે 11.00 કલાકે જગજીવનરામ રેલવે ઈન્સ્ટિટ્યુટ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન કરેલ છે. પેન્શન/ પારિવારીક પેન્શન અથવા સમાધાન સાથે સંબંધિત કોઈપણ ફરિયાદ બાબતે કોઠી કમ્પાઉન્ડ સ્થિત ડિવિઝનલ ઓફિસના સેટલમેન્ટ વિભાગને એક બંધ કવરમાં સંબંધિત દસ્તાવેજો સાથે તા.24 નવેમ્બર,2020 સુધી અરજી કરી શકાશે.

whatsapp banner 1

અરજીના ફોર્મેટમાં અરજદારનું નામ, વિભાગ,સ્ટેશન,પીપીઓ નં.,સેવા નિવૃતિની તારીખ,પેન્શન આપતી બેંકની વિગત,કેસની સંક્ષિપ્ત વિગત વ ગેરે.અરજી પોસ્ટ કરી શકાય છે.ઉક્ત તારીખ પછી કોઈપણ અરજી ધ્યાનમાં લેવાશે નહીં.સંબંધિત તમામ પેન્શનરો ને વિનંતી છે કે ત્વરિત નિવારણ માટે આ પેન્શન અદાલતમાં પોતાના પેન્શન સંબંધિત તમામ કેસોના નિવારણ માટે અરજી કરે.