Music mahesh naresh

મહેશ – નરેશ કનોડિયા ના નિધન થી રાજપીપલા ના તેમના ચાહકો શોકમગ્ન.

mahesh naresh

કારકિર્દી ની શરૂઆત માં મહેશ નરેશ ની બેલડી રાજપીપલા માં પણ મ્યુઝિકલ પ્રોગ્રામ માટે આવતા હતા.

નરેશ કનોડિયા ની અનેક ગુજરાતી ફિલ્મો નું શૂટિંગ રાજપીપલા માં થયું હતું.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૭ ઓક્ટોબર: જાણીતા ફિલ્મી કલાકાર નરેશ કનોડિયા ના તેમજ. તેમના ભાઈ મહેશ કનોડિયા ના નિધન થી રાજપીપલા ના તેમના ચાહકો માં શોક ની લાગણી ફેલાઈ છે. અગાઉ મહેશ નરેશ એન્ડ પાર્ટી ના નામ થી સંગીત કાર્યક્રમો ની ધૂમ મચાવનાર મહેશ નરેશ ની જોડી તેમની કારકિર્દી. ની શરૂઆત માં રાજપીપલા માં સંગીત કાર્યક્રમ માટે આવ્યા હતા

Music mahesh naresh

અને રાજેન્દ્ર વિદ્યાલય ના ઉદયકુંવર બા હોલ માં સંગીત કાર્યક્રમ પીરસ્યો હતો ત્યારબાદ નગર ના ટાઉન હોલ માં પણ મહેશ નરેશ એન્ડ પાર્ટી નો કાર્યક્રમ યોજાયો હતો જયારે ગુજરાતી ફિલ્મો ના સુપર સ્ટાર તરીકે નરેશ કનોડિયા અનેક વાર ફીલ્મો. ના શૂટિંગ અર્થે રાજપીપલા આવતા અને દિવસો સુધી રોકાતા તેમની અનેક સફળ ફીલ્મો નું શૂટિંગ રાજપીપલા માં થયુ હતું જેના કારણે તેમનો બહોળો ચાહક વર્ગ રાજપીપલા માં છે

Advertisement

જે તેમના નિધન ના સમાચાર થી શોકમગ્ન છે રાજપીલાના તેમના ચાહકો વતી દેશ કી આવાઝ કનોડિયા બંધુઓ ને શ્રદ્ધાંજલિ પાઠવે છે

whatsapp banner 1