કરણ જોહર મધુર ભંડારકર ની ફિલ્મ નું ટાઇટલ ચોર્યું. ભડક્યા ભંડારકર.

Karan Jauhar

મુંબઈ,૨૨ નવેમ્બર: ફિલ્મ દિગ્દર્શક કરણ જોહર આજકાલ વિવિધ વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. નેપોટિઝમ વિવાદમાંથી માંડ વાતાવરણ શાંત થઈ રહ્યું હતું ત્યા તેના પર ફિલ્મનું ટાઈટલ ચોરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ડાયરેક્ટર મધુર ભંડારકરે સોશિયલ મીડિયા પર પોતાના એક ટ્વિટના માધ્યમથી આ બાબત જાહેર કરી છે. તેમને કરણ જોહર પર અપકમિંગ ફિલ્મનું ટાઈટલ ચોરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કરણે પોતે હજુ સુધી આ આરોપ પર કોઈપણ પ્રતિક્રિયા આપી નથી.

whatsapp banner 1

મધુર ભંડારકરે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘પ્રિય કરણ જોહર, તમે અને અને અપૂર્વ મેહતાએ મને પૂછ્યું હતું કે શું તે પોતાની સિરીઝનું નામ બોલિવૂડ વાઈફ્સ રાખી શકે છે. પણ મેં ના પાડી દીધી હતી કારણ કે મારા પ્રોજેક્ટનું કામ ચાલુ છે. આ નૈતિક અને સૈદ્ધાંતિક રૂપે ખોટું છે કે તમે ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ રાખીને ખોટુ કર્યું છે. કૃપા કરીને મારો પ્રોજેક્ટ ખરાબ ના કરો. હું તમને તમારું ટાઈટલ બદલવાની અપીલ કરું છું.’

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના મોત પછી કરણ જોહરની જિંગદી માં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. ક્યારેક તેના પર નેપોટિઝમ ફેલાવવાનો આરોપ લાગ્યો છે તો ક્યારેક તે ડ્રગ્સ વિવાદમાં ફસાયો છે. હવે મધુર ભંડારકરે પણ તેને અલગ જ પ્રોબ્લેમમાં નાખી દીધા છે.

વાત જાણે એમ છે કે ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરની વેબ સિરીઝ ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યુ છે. પરંતુ મધુર ભંડારકર નું માનીએ તો બોલિવૂડ વાઈફ્સ તેમના આવનારા પ્રોજેક્ટનું નામ છે. આથી મધુર ભંડારકરે તેના અપકમિંગ પ્રોજેક્ટને નુકસાન થવાની શંકા વ્યક્ત કરીને સોશિયલ મીડિયા પર કરણ વિરુદ્ધ નારાજગી જાહેર કરી હતી. (સાભાર: ન્યુઝ કન્ટીન્યુઝ)

error: Content is protected !!