Mor injuird edited

જામનગર હાપા ગામ ઘવાયેલી હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવ્યો

Mor JMC

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૪ ઓક્ટોબર: જામનગર ની જાણીતી અને પ્રકુતિ તેમજ પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ ના સભ્ય સબીર ભાઈ ને ઘવાયેલી હાલત માં રાષ્ટ્રીય પક્ષી મોર છે તેવો ફોન આવતા કલબ ના ધારવિયા રજનીકાંન્ત તુરંત જામનગર જીલ્લા ના હાપા ગામે દોડી ગયા હતા ત્યાં જઈને જોયુ તો રાષ્ટ્રીય પક્ષી મોર ઘવાયેલી હાલતમાં હતો તેનું લાખોટા નેચર ક્લબ ના પ્રમુખ સુરેશભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ અને વન વિભાગ ની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી વધારે સારવાર માટે શહેર ની બર્ડ હોસ્પિટલ લઇ જવાયું હતું ત્યાં વધારે સારવાર કરી થોડા દિવસો બાદ ધાવ રુઝાય પછી કુદરત ના ખોળે જંગલ માં છોડી દેવામાં આવશે..

Mor injuird edited

છેલ્લા 20થી પણ વધુ વષો થી જામનગર ની લાખોટા નેચરલ ક્લબ પ્રકૂતિ તેમજ પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ છે અને પર્યાવરણ ને લગતી પ્રવુતિઓ જેવી કે વુક્ષા રોપણ . પક્ષી બચાવ કાર્ય. સાપ બચાવ કર્યો. ટ્રેનિંગ કેમ્પ જેવા વગેરે કાર્ય કરે છે આ સંસ્થા ના સભ્યો દ્વારા 24 કલાક સાપ કે પક્ષી બચાવ કર્યો માટે તદન નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે.

Advertisement

જેના માટે સંસ્થા દ્વારા સાપ તથા પક્ષી બચાવ કાર્ય માટે સેવા આપતા સંસ્થા ના સ્વયં સેવકો ની વિસ્તાર ને અનુરૂપ નામ અને મોબાઈલ નંબર સાથે ની યાદી જાહેર કરવામાં આવે છે .

Advt Banner Header
loading…