WR exhibition 3

અમદાવાદ મંડળ કાર્યાલયમાં વેન્ડર્સ માટે કમ્પોનેન્ટ પ્રદર્શની નું શુભારંભ

અમદાવાદ,૧૨જાન્યુઆરી:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આર ડી એસ ઓ અને સી એલ ડબલ્યુ કંટ્રોલ આઇટમ્સ માટે સ્થાનીય વેન્ડર્સ માટે પ્રદર્શનીનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રદર્શની 12 થી 19 જાન્યુઆરી 2021 સુધી તમામ આગંતુકો માટે 11:00 થી 16:00 વાગ્યે સુધી નિશુલ્ક ઉપલબ્ધ છે. આ અવસર ઉપર વેન્ડર્સ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશેષ અતિથિ માં સી આઇ આઇ ગુજરાતના વાઇસચેરમેનશ્રી વિનોદ અગ્રવાલ, ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ના હેડ શ્રી પંકજ ટીબેક, એમ એસ એમ ઈ (ડી આઇ) ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી પી એન સોલંકી તથા એન એસ આઇ ના સેન્ટ્રલ ઝોનના ઝોનલ જનરલ મેનેજર શ્રી પી.કે. ઝા દ્વારા પોતાના વિચાર થી ઉપસ્થિત વેન્ડર સમુદાય નો જુસ્સો વધારવાનું કાર્ય કર્યું.

Whatsapp Join Banner Guj

કાર્યક્રમના સ્વાગત ઉદબોધનમાં વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધક શ્રી નાગેશ ત્રિપાઠી દ્વારા માનનીય અતિથિ વિશેષ નું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર ડી આર એમ શ્રી જણાવ્યું કે ભારતીય રેલ માં એવા ઘણા શેત્રો છે જ્યાં કૃષ્ણ વેન્ડર્સ પોતાની કાબેલિયત લગન અને મહેનત થી પોતાનો ધંધો વિકસાવી શકે છે સાથે જ રેલવેને સ્થાનિક સ્તર ઉપર ઊંચી ગુણવત્તા વાળા સ્પેર પાર્ટ્સ અને મશીનરી ઉપલબ્ધ થઇ શકશે. આ સરકાર દ્વારા સ્થાનિક સ્તર પર ઉદ્યોગો ને આત્મનિર્ભર બનાવવા તથા રેલવેમાં તેમના પ્રગતિના દ્વાર ખોલવાના દીશામાં મહત્વનું છે. તેમણે વેપારીઓ અને ઉધોગપતિઓ ને આહવાન કર્યુ કે તે ભારતીય રેલ્વે સાથે જોડાય અને તેમના વ્યવસાયની પ્રગતિ કરે.

શ્રી ત્રિપાઠી ના અનુસાર આ પ્રદશન માં 100 થી વધારે સ્પૈર પાર્ટ્સ અને મશીનરી પ્રદર્શિત કરવામાં આવી. જેમાં બધાની સાથે સ્પેસિફિકેશન પણ આપવામાં આવ્યું. કદાચ કોઈ પ્રદર્શન દરમિયાન ઉચ્ચ અધિકારીને મળવા માંગે તો પ્રદર્શની સમય દરમીયાન સાંજે 16.00 વાગ્યાથી 17.00 વાગ્યા વચ્ચે સંબંધિત ડિવિઝનલ અધિકારી નો સંપર્ક કરી શકે છે. કાર્યક્રમના અંતમાં સહાયક મંડળ સામગ્રી પ્રબંધક શ્રી કમલ મીના દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય કાર્યાલય અધિક્ષક શ્રી રવીન્દ્ર મીના દ્વારા કરવામાં આવ્યું.

આ પણ વાંચો….કૃષિ કાનુનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્યા હતા: પરેશ ધાનાણી