Adani Hazira 2

હજીરાના અદાણી ફાઉન્ડેશને પોષણ માસની ઉજવણી કરી

Adani Hazira


સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર કરવા જાગૃતિ અભિયાન


સુરત, ૨૯ સપ્ટેમ્બર: હજીરા અદાણી ફાઉન્ડેશનના દ્વારા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે આશયથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ અભિયાનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં કિશોરવયની યુવતીઓ અને કુપોષીત બાળકોને પોષણક્ષમ ફૂડ આપવા સાથે રોજબરોજના ખોરાકમાં કેવી રીતે કાળજી રાખવી, બાળકો કુપોષીત ન જન્મે તે માટે અદાણી ફાઉન્ડેશન સરાહનીય કામગીરી કરી રહયું છે. સતત ફીલ્ડમાં રહેતી ગામની આશાવર્કર બહેનો અને આંગણવાડીના તેડાગર બહેનો સાથે ઘનિષ્ટ સંપર્ક કરી ફીલ્ડ મોબિલાઝેશન કરવામાં આવી રહ્યું છે.

Adani Hazira 2


સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણી થઇ રહી છે. કાર્યક્ર્મ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સુપોષણ, એનિમિયા જેવી બીમારીથી મુક્ત થવા લોકોને જાગૃત કરવાનો છે. સંગીનીઓ દ્વારા ઓડિયો વિડીયો કોલના માધ્યમથી પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. પોષણયુક્ત આહારથી બાળકની તંદુરસ્તીને થતા ફાયદાઓ, કિશોરી અને મહિલાઓમાં એનિમિયા ઘટાડવા માટેની માહીતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેઓ પોષણયુકત આહાર બનાવી જાગૃતિનો કાર્યક્રમ પણ કરી રહ્યા છે. વિભિન્ન પોષણયુકત આહાર જેમકે શાકભાજી, કઠોળ, ફળની સામગ્રીનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી હતી.

loading…


રાજ્ય સરકારના મહીલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહીલાઓ જોડાય એ માટે સંગીનીઓ દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ આયોજીત સ્પર્ધાઓમાં તેઓ ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે. કાર્યક્રમના આયોજન માટે અદાણી ફાઉન્ડેશનના એકતાબેન સુરતીના સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું.