bichhiya village independence day

વીંછિયા ગામે વાદી વસાહતમાં ધ્વજવંદન યોજાયું…

bichhiya village independence day

અમદાવાદ, ૨૬ જાન્યુઆરી: માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા સાણંદ તાલુકાના વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજાણી કરવામાં આવી. આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ મૅમ્બર શ્રીમતી દિવ્યાબેન પટેલે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તંબુ શાળા શરુ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

મુખ્ય મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, નાના બાળકો ભવિષ્યની ધરોહર છે, તેમનામાં નાની ઉંમરથી જ રાષ્ટ્રભાવના કેળવાય તે પ્રકારનું શિક્ષણ અપાય તે પણ એટલું જ જરૂરી છે… સમજુનાથ વાદી પાઠશાળા માં હાલ ૭૨ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક અભ્યાસ કરે છે. માનવ સેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, ‘માનવ સેવા ટ્રસ્ટ આ સમુદાયની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે હંમેશા પ્રતિબધ્ધ રહ્યું છે. આગામી વર્ષોમાં આ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર સિંચન તેમજ બહેનો ભરત ગુંથણની તાલીમ મેળવી અન્ય ગૃહઉદ્યોગમાં જોડાય તેવો પ્રયાસ કરાશે… આ લક્ષ્યથી માનવ સેવા દર વર્ષે વાદી સમુદાય ની વસાહતમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે…’ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સાણંદ સંસ્કાર પ્રાથમિક શાળાના પૂર્વ પિન્સીપાલ અને સંસ્કાર વિદ્યા સંકુલના ડાયરેક્ટર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, સંસ્થાનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

જાણો વિગત…..વડાપ્રધાન મોદીએ લાલકિલ્લા પરથી જામનગરના રાજવી પરિવારે ભેટ કરેલી પાઘડી પહેરી કર્યુ ધ્વજવંદન