Teacher student

જામનગરના આધેડ શિક્ષકે 10 વર્ષ ની વિદ્યાર્થી ની સાથે કર્યા અડપલાં જાણો પછી શું થયું…

Teacher student

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામનો બનાવ

સારા માર્ક્સ આપી દેવાની લાલચે સગીર વિદ્યાર્થીને બોલાવી આધેડ શિક્ષકે કર્યા અડપલાં: નોંધાઇ પોલીસ ફરિયાદ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૯ ઓક્ટોબર: સમાજમાં શિક્ષકને માતા પિતા પછી નું ઉચ્ચ સ્તર આપવામાં આવ્યું છે અને એટલેજ તેને મા-સ્તર કહેવામાં આવે છે પણ જામનગરના કાલાવડમાં બનેલા બનાવે શિક્ષણસમાજ ને લાંછન લગાડ્યું છે અને માતા પિતા ને વિચારતા કરી મુકિયા છે.

Teacher accused JMC

જામનગરના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામે સરકારી શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષ ની સગીરાને સારા માર્ક્સ આપવાની લાલચે બોલાવી તેની સાથે શારીરીક અડપલાં કર્યા અંગે ની પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષક વિરુદ્ધ પોલીસે પોક્શો ની કલમ લગાડી ગુન્હો દાખલ કરેલ છે જેને લઈ ને ચકચાર મચી જવા પામી હતી.

whatsapp banner 1

જામનગરના નાના એવા નાના પાંચદેવડા ગામે સગીર વિદ્યાર્થીની સાથે તેના પિતા ની ઉંમર ના શિક્ષક દ્વારા શારીરિક અડપલાં ની પોલીસ ફરિયાદ થી શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે અને ઠેરઠેર આ બનાવ ને વખોડી કાઢવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વીજ ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

આ પણ વાંચો: પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે