Sarthak youth Club 2

સાર્થક યુથ ક્લબ દ્વારા એ. કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે વકતૃત્વ પ્રતિયોગિતા યોજાઈ

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૨૨ ડિસેમ્બર: કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંલગ્ન સાર્થક યુથ ક્લબ-સુરત દ્વારા એ. કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે હિન્દી ભાષાના મહત્વ અને સ્વચ્છતા અભિયાન વિશે સરકારની કોરોના ગાઇડલાઈન પ્રમાણે સામાજિક અંતર સાથે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનથી આયોજિત સ્પર્ધામાં યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હિન્દી ભાષાનું વર્ત્મના સમયમાં મહત્વ અને તેની લોકપ્રિયતા અંગે વિચારો વ્યક્ત કર્યા હતાં.

whatsapp banner 1

સાથે સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે એના વિશે યુવાનોને હકારાત્મક મંતવ્યો રજૂ કર્યા હતાં. યૂથ ક્લબના પ્રમુખ અને જિલ્લા યુવા સલાહકાર સમિતિના દિપક જાયસ્વાલે દેશના વિકાસમાં યુવાનોના યોગદાન અંગે વિશેષ માહિતી આપી હતી. સ્પર્ધાના અંતે સર્વ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટના સંચાલક દયાનિધિ સાહુ, નેહાસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો….