drol edited

બ્રેકીંગ જામનગર… ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત

dhrol

Dhrol: પાંચ યુવકો ડેમના પાણીમાં નાહવા માટે ગયા હતા,

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ માર્ચ:
ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત, બન્ને યુવકો જામનગરના ધરારનગર વિસ્તારના રહેવાસી હતા, ધ્રોલ ના મજોઠ ગામ નજીક આવેલ ડેમમાં ડૂબી જતા 2 યુવકોના મોત થતા લોકો ડેમ પાસે ટોળે વળ્યાં હતા, કુલ પાંચ યુવકો ડેમના પાણીમાં નાહવા માટે ગયા હતા, પાંચમાંથી 3 નો આબાદ બચાવ અને 2 ના મોત થતા માજોઠ ગામ માં શોક નું મોજું ફરી વળ્યું હતું,

Whatsapp Join Banner Guj

ફાયરની ટિમ દ્વારા બન્ને યુવાનોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, બંને મૃતદેહોને જામનગર લાવી તેના પોસ્ટમોર્ટમની કાયર્વાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં જે વિસ્તારમાં યુવકો રહેતા હતા ત્યાં ગમગીની નો માહોલ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો…આમિર ખાન, સચીન તેંદુલકર બાદ આ અભિનેતા આવ્યા કોરોના પોઝિટિવ- થોડા સમય પહેલા જ લીધી હતી વેક્સિન