JMC Congress Protest 3

જામનગર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઉત્તરપ્રદેશમાં થયેલ અપમાન મુદ્દે દેખાવો યોજાયા

મહાત્મા ગાંધીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી, કિસાન મજૂર દિવસની ઉજવણી કરાઈ

હેલ્મેટ અને માસ્ક ના કમ્મર તોડ દંડ માંથી પ્રજા ને મુક્તિ માટે માંગ કરવામાં આવી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૨ ઓક્ટોબર: અહીંસા ના પુજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી અને આ ભાજપ સરકાર ની ભષ્ટ્રાચારી નિતિ નાં કારણે ખેડૂતો અને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેના વિરુદ્ધ માં ધરણાં અને રેલી યોજી અને “કિશાન મજુર દિવસ” તરીકે ઉજવી અને સંપૂર્ણ પણે ૧૦૦% શૈક્ષણિક ફી માફ કરવાની માંગ ઉઠાવી તથા પુજ્ય બાપુની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી અને રાહુલ ગાંધી સાથે ઉત્તર પ્રદેશ માં જે અપમાન કરવા માં આવ્યું

તેના વિરોધ કરી અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માં આવે તેવી માંગ કરી માસ્ક તેમજ હેલ્મેટના કાળા કાયદા હેઠળ જે લુંટ કરવા માં આવે છે ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયૅકારી પ્રમુખ કણૅદેવસિહ જાડેજા દ્રારા અપીલ કરી કે સરકારે એજ જ્યારે ડીજીટલ મની (ઈ મની) નો ઉપયોગ કરવાનું કહ્યું છે તો જનતા પણ હવે પછી જ્યારે પણ માસ્ક/ હેલ્મેટ/ સીટ બેલ્ટ નો દંડ સ્થળ પર જ પોલીસ ને કેડ્રીટ/ ડેબીટ કાડૅ અથવા ઓનલાઇન જ આપે જો કોઇ અધિકારી રોકડો દંડ ભરવા માટે મજબૂર કરે તો તેનાં વિરુદ્ધ જનતા કોટૅ માં ફરીયાદ કરે

આ કાયૅક્રમ માં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયૅકારી પ્રમુખ કણૅદેવસિહ જાડેજા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રવીણભાઈ માધાણી જામનગર જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બિપેન્દ્રસિહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી યુસુફભાઈ ખફી, પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, જિલ્લા ના પ્રવક્તા લલિતભાઈ પટેલ, ભરતભાઇ વાળા, જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નયનાબા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના કાયૅકારી પ્રમુખ અશોકભાઈ ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી,

જામનગર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા, NSUI નાં પ્રમુખ મહીપાલસિહ જાડેજા,યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. તૌશિફખાન પઠાણ, કોપૉરેટર જૈનમબેન ખફી, નિતાબેન પરમાર,પુજાબેન નકુમ, જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જિનજુવાડીઆ, સિક્કા શહેર પ્રમુખ સાદીકભાઈ, ધ્રોલ શહેર પ્રમુખ અદનાનભાઇ, રાશીદભાઈ ખીરા, હનિફભાઈ, તેજસભાઈ, જામનગર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, અબરાર ગજીયા, રમેશભાઈ પારઘી, પંકજભાઈ અમાસરા, જાગૃતિબેન આચાર્ય, પી.આર.જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, તથા જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ ના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

loading…