JMC Exam 2

JMC દ્વારા આયોજિત તબીબી અધિકારી વર્ગ-૨ ની લેખિત ભરતી ની પરીક્ષાનો પ્રારંભ

JMC Exam 3
  • જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત તબીબી અધિકારી વર્ગ વર્ગ-૨ ની લેખિત ભરતી ની પરીક્ષાનો પ્રારંભ
  • ૧૧૫ નોંધાયેલા પરીક્ષાર્થીઓ પૈકી ૩૦ પરીક્ષાર્થીઓએ આપી લેખિત પરીક્ષા
  • મહાનગર પાલિકા ના કમિશનર -ડીડીઓ- ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ સમગ્ર પરિક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૨ ઓક્ટોબર જામનગર મહાનગરપાલિકા દ્વારા તબીબી અધિકારી વર્ગ ૨ ની લેખિત ભરતી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ મા પરીક્ષા લેવામાં આવી હતી, અને તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ ની પ્રક્રિયાઓનું પાલન થાય તે રીતે પરીક્ષા લેવામાં આવી હતી. ખુદ મ્યુનિ.કમિશનર, ડી.ડી.ઓ. ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા પરીક્ષાખંડ નુ તેમજ પરિક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને પરિક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઇ હતી.

JMC Exam 2

જામનગર મહાનગરપાલિકામાં એમ.બી.બી.એસ કક્ષાના ૧૩ તબીબોની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની સજુબા સરકારી હાઈસ્કૂલમાં જામનગર મહાનગરપાલિકા આયોજિત તબીબી અધિકારી વર્ગ-૨ ની લેખિત ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી.

JMC Exam

જે પરીક્ષામાં કુલ ૧૧૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૩૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે અંગેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી.

JMC Exam 4

જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપીન ગર્ગ, ડેપ્યુટી કમિશનર શ્રી એકે વસ્તાણી, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિતના અધિકારીઓએ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. અને એકંદર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવામાં આવી હતી.

loading…