JMC accident 2

જામનગરમાં બર્નિંગ એક્ટિવા, ટ્રક અને એક્ટિવા વચ્ચે ટક્કર…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૧ ઓક્ટોબર: જામનગરના ખોડિયાર કોલોની રોડ ઉપર ઓશવાળ સેન્ટર નજીક આવેલા સંતોષી માતાના મંદિર પાસે આજે અચાનક જ એક ટ્રક અને એક્ટીવા સ્કુટર વચ્ચે ટક્કર થઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા સ્કુટર અકસ્માત બાદ ભડકે બળ્યું હતું

JMC accident

રસ્તા ઉપર ભડકે બળતા ગુટર ના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો અને લોકો આ અકસ્માત જોવા ટોળે વળ્યા હતા ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ ઓશવાળ સેન્ટર નજીક દોડી આવ્યા હતા હાલ મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

loading…
Reporter Banner FINAL 1