VHP

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

VHP 3

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની જામનગર દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે મા કલેકટર કચેરી જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ ઓક્ટોબર: તારીખ ૧૬/૧૦/૨૦૨૦ ના રોજ ધ્રોલ મા રહતા હિન્દુ પરિવારની ૨૫ વર્ષની યુવતી તથા તેમના વાડીએથી ઘરે જતા હતા ત્યારે બે વિધર્મીઓ બાઈક તથા હથિયાર સાથે પતિ પર હુમલો કરી યુવતી ને બળજબરીથી બાઈકમા બેસાડી એક કિ. મી અવાવરૂ જગ્યાએ લઈ ગયેલ અને વિધર્મીઓ દ્વારા સામુહિક દુષ્કર્મ આચરેલ. આ બનાવની વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે

VHP

તેમજ ઉપરોક્ત બનાવના આરોપીઓ અગાઉ પણ અપહરણ લુટ દારૂ માથાકૂટ વિગેરે ગુન્હાહીત પ્રવૃત્તિઓ ધરાવે છે અને તેઓના પોલીસ સ્ટેશનમાં ફરાર તરીકે જાહેર પણ થયેલા છે તેમ છતાં ધ્રોલ પોલીસ સ્ટેશનની ખુલ્લેઆમ ફરતા હોય છે તેમજ આરોપીઓ નુ સરધસ કાઢી તેઓની રિમાન્ડ લેવા જેથી ભવિષ્યમાં અસામાજિક તત્વો દ્વારા આવા બનાવ ના બને તેવા દાખલા સ્વરૂપે કાર્યવાહી કરવા માંગણી છે

આ કામના આરોપીઓ વિરુધ્ધ તમામ ગુનાઓ વિરૂધ્ધ ધરપકડ કરી તથા નામદાર અદાલતમાં ચાર્જશીટ રજુ કરી તાત્કાલિક ધોરણે નામ અદાલતમાં ટ્રાયલ સમયે સ્પેશ્યલ પ્રોસીકયુશન તરીકેની નિમણૂંક કરી ડે ટુ ડે ટ્રાયલ ચલાવવી તાત્કાલિક નિર્ણય આવે તેમજ વિધર્મીઓના જમીન અરજી વખતે સરકાર શ્રી દ્વારા સખ્ત શબ્દોમાં લેખિત વાંધાઓ નામદાર અદાલતમાં રજૂ કરવામાં અને આરોપીઓના નામદાર અદાલતમાં જામીન પણ નામંજૂર થવા જોઇએ તેવી વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ માંગણી કરે છે

VHP 2 edited

આવેદનપત્ર આપવામાં વિભાગ મંત્રી વિશાલભાઈ ખખર બજરંગ દળ સૌરાષ્ટ્ર સંયોજક રવીરાજસિંહ વિશ્ર્વ હિન્દુ પરિષદ જામનગર ના જીલ્લાના અધ્યક્ષ ભરતભાઇ ફુલીયા જીલ્લા ઉપ અધ્યક્ષ રમેશભાઈ તારાપુરા જીલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા દિવ્યેશભાઈ ગોહિલ અને ભરવાડ સમાજના ભાઈઓ માત્રુ શક્તિ સંયોજીકા નિમીષાબેન ત્રિવેદી આરતીબેન ઠાકોર સ્વરૂપબા જાડેજા હિનાબેન અગ્રાવત મયુરીબેન લાખાણી વગેરે હાજર રહ્યા હતા

loading…